Sunday, June 29, 2025
spot_img
HomeGujaratગાંધીનગરમાં ખનીજ ચોરો સામે મોટી કાર્યવાહી, 9 વાહનો સહિત કરોડોનો મુદ્દામાલ કબજે

ગાંધીનગરમાં ખનીજ ચોરો સામે મોટી કાર્યવાહી, 9 વાહનો સહિત કરોડોનો મુદ્દામાલ કબજે

ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવેના આદેશથી ખનીજના ગેરકાયદેસર વહન સામે તવાઈ બોલાવવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ટીમે નારદીપુર (કલોલ)થી ડમ્પર GJ-36-T-8300, પેથાપુર ચોકડીથી ડમ્પર GJ-18-BV-9475, ઘ-૦થી ડમ્પર GJ-02-ZZ-6757, ફતેહપુરા ચોકડીથી ડમ્પર GJ-01-FT-9016, શાહપુર બ્રીજથી ટ્રેક્ટર GJ-18-EB-2446 અને

ટ્રેક્ટર MBNAAAEALNJ001713, લેકાવાળાથી ડમ્પર GJ-27-TF-9096 અને પીપળજ ચેકપોસ્ટથી ડમ્પર DD-02-E-9911 તથા ડમ્પર GJ-18-BV-5049 સહિત કુલ 9 વાહનો જપ્ત કર્યા છે. આ વાહનો સાદી રેતી અને ગ્રેવલનું ગેરકાયદેસર વહન કરી રહ્યા હતા અને જપ્ત કરેલા મુદ્દામાલની કિંમત અંદાજે 3.10 કરોડ રૂપિયા છે. વાહનમાલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x