Thursday, June 26, 2025
spot_img
HomeGujaratઅરવલ્લી જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અરૂણભાઇ પટેલની નિમણૂક: કાર્યકરોમાં ઉત્સાહ

અરવલ્લી જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અરૂણભાઇ પટેલની નિમણૂક: કાર્યકરોમાં ઉત્સાહ

યોગેશ શાહ, મોડાસા: અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે યુવા અને ઉત્સાહી નેતા શ્રી અરૂણભાઇ પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકને પગલે જિલ્લાભરના કોંગ્રેસ કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અરૂણભાઇ પટેલ અગાઉ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે અને પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી ચૂક્યા છે. તેમના અનુભવ અને સંગઠન ક્ષમતાને ધ્યાનમાં રાખીને આ જવાબદારી સોંપવામાં આવી છે. તેમની નિમણૂકને જિલ્લાના લોકોએ આવકારી છે અને તેમને અભિનંદન પાઠવ્યા છે. અરૂણભાઇ પટેલની આગેવાની હેઠળ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ વધુ સક્રિય અને મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x