Friday, June 20, 2025
spot_img
HomeNewsજય શાહ ICC ના નવા અધ્યક્ષ બન્યા, પાકીસ્તાન ચિંતિત

જય શાહ ICC ના નવા અધ્યક્ષ બન્યા, પાકીસ્તાન ચિંતિત

જય શાહ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નવા અધ્યક્ષ બન્યા છે. ICCએ કહ્યું હતું કે શાહ બિનહરીફ અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. તેઓ 1 ડિસેમ્બરના રોજ ICC અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે. હાલમાં તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી છે. હવે તેમને BCCIનું સેક્રેટરી પદ છોડવું પડશે અને આ પદ પર નવી પોસ્ટિંગ કરવી પડશે.બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે પૂરો થશે ન્યૂઝીલેન્ડના વર્તમાન ICC અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થશે. ICCએ 20 ઓગસ્ટે કહ્યું હતું કે બાર્કલે ત્રીજી વખત ચેરમેન નહીં બને. તેઓ 2020થી આ પોસ્ટ પર હતા. તેઓ નવેમ્બરમાં તેમનું પદ છોડી દેશે.

જય શાહે કહ્યું, “મને ICCના અધ્યક્ષ તરીકે ચૂંટવા બદલ દરેકનો આભાર. હું ક્રિકેટને વૈશ્વિક સ્તરે આગળ વધારવા માટે કામ કરવાનું ચાલુ રાખીશ. હાલમાં ક્રિકેટનાં બહુવિધ ફોર્મેટને પ્રોત્સાહન આપવું મહત્ત્વપૂર્ણ છે. હું નવી ટેક્નોલોજી લાવવાનો પ્રયાસ કરીશ. રમતની સાથે સાથે હું વર્લ્ડ કપ જેવી ઇવેન્ટને પણ ગ્લોબલ માર્કેટ્સમાં લઈ જઈશ.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x