ગુજરાતમાં અવિયરત મેઘમહેર થઈ રહી છે, જેના કારણે લોકોનું જીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં સિઝનનો 100% વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર, 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ફરી ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જ્યારે ભાવનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, દમણ, ડાંગ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
