Thursday, June 19, 2025
spot_img
HomeGujaratહવે માત્ર ૧૫ દિવસમાં મળશે નવું વોટર ID કાર્ડ

હવે માત્ર ૧૫ દિવસમાં મળશે નવું વોટર ID કાર્ડ

નવી દિલ્હી: મતદાર ઓળખપત્ર બનાવવા કે સુધારવા માટે નાગરિકોને હવે લાંબી રાહ નહીં જોવી પડે. ચૂંટણી પંચે પ્રક્રિયામાં સુધારો કરીને અરજીના માત્ર ૧૫ કામકાજના દિવસોમાં નવું કે ફેરફાર કરેલું વોટર આઈડી કાર્ડ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય નવા કાર્ડ અને નામ, સરનામું, ફોટો કે ઉંમરમાં ફેરફાર કરવા માંગતા મતદારો બંનેને લાગુ પડશે. પંચે આને લોકશાહી ભાગીદારી વધારવાની પહેલ ગણાવી છે. ડિજિટલ અને ફિઝિકલ બંને ફોર્મેટમાં કાર્ડની ડિલિવરી ટ્રેકેબલ બનાવાઈ છે, અને ટૂંક સમયમાં દરેક જિલ્લામાં અલગ ડેસ્ક પણ બનશે. નાગરિકો https://voters.eci.gov.in પર ઓનલાઈન અરજી કરી સ્ટેટસ ટ્રેક કરી શકે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x