FREEDOM FROM PAIN…
સેવા પરમો ધર્મ…
ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન ધ્વારા ભિલોડ
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથકમાં કાર્યરત સેવાકીય કાર્યોમાં હંમૈશા અગ્રેસર ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન ધ્વારા ભિલોડા ઓર્થોપેડિક હોસ્પિટલ, ભિલોડામાં ઈડર લાઈફ લાઈન હોસ્પિટલના સહયોગથી નિ:શુલ્ક ઓર્થોપેડિક કેમ્પ યોજાયો હતો.અનેકવિધ દર્દીઓએ ઓર્થોપેડિક નિ:શુલ્ક નિદાન કેમ્પ દરમિયાન લાભ લીધો હતો.
નિ:શુલ્ક ઓર્થોપેડિક કેમ્પ ને સફળ બનાવવા ડો. અભિષેક ગુર્જર, ડો. ધારા ગુર્જર, જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન પ્રમુખ જીત ત્રિવેદી, જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન, કારોબારી સભ્ય, નિવૃત્ત સચિવ રતીલાલ મેણાત, હોદેદારો, કારોબારી સભ્યો, ઈડર લાઈફ લાઈન હોસ્પિટલ, ભિલોડા ઓર્થોપેડિક હોસ્પિટલની સમગ્ર ટીમે નિ:શુલ્ક કેમ્પ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
