Monday, June 30, 2025
spot_img
HomeGujaratમાણસા ખાતે ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક કર્મચારીઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

માણસા ખાતે ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક કર્મચારીઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

માણસા ખાતે ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક કર્મચારીઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. 48 ગામ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે સાધારણ સભાનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી વિસ્તૃત માહિતી અપાઈ હતી.

Photo By, Dhaval Darji

વાર્ષિક સાધારણ સભામાં ચર્ચા થયેલ મુદ્દાઓમાં સભ્યોને ઓછા વ્યાજદરથી દસ લાખનું ધિરાણ, થાપણ પર ઊંચુ વ્યાજ, પાંચ લાખનો કલ્યાણ નીધિફંડમાંથી મૃત્યુ સહાય ફંડ, પાંચ લાખનો અકસ્માત વિમો, બેન્કની જેમ એપેક્સ એપ્લિકેશનથી સભ્યો માહિતી મેળવી શકે તે તમામ વિષયો પર ચર્ચા કરાઈ હતી. જેમાં પ્રમુખ પ્રવિણભાઈ એસ. પટેલ, આગેવાનો તથા મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x