Thursday, June 19, 2025
spot_img
HomeGujaratગાંધીનગર જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની કલોલ ખાતે ઉજવણી કરાશે

ગાંધીનગર જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની કલોલ ખાતે ઉજવણી કરાશે

  • ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી અન્વયે આયોજન બેઠક યોજાઇ
  • કલોલ પ્રાંત અધિકારી જૈનિલ દેસાઈના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ
  • ૨૧ જૂનના રોજ રાજ્ય સહિત ગાંધીનગર જિલ્લામાં ૧૦માં ‘વિશ્વ યોગ દિન’ની શાનદાર ઉજવણી
આગામી તા.૨૧ જૂનના રોજ સમગ્ર રાજ્ય સહિત ગાંધીનગર જિલ્લામાં ૧૦માં ‘વિશ્વ યોગ દિન’ની શાનદાર ઉજવણીનું આયોજન કરાશે. ત્યારે આ ઉજવણીના સુચારૂ આયોજન માટે ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ કલોલ પ્રાંત અધિકારી જૈનિલ દેસાઈના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. કાર્યક્રમના સુચારુ આયોજન માટે કલોલ પ્રાંત અધિકારીએ સંબંધિત અધિકારી કર્મચારીઓને જરૂરી સૂચનો આપીને ગાંધીનગર જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરી હતી.
May be an image of 13 peopleMay be an image of 13 people and hospital
બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર ગાંધીનગર જિલ્લામાં યોગ પ્રત્યે નાગરિકો જાગૃત્ત બને અને વધુમાં વધુ નાગરિકો યોગાભ્યાસમાં જોડાય અને યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવા હેતુ સાથે જ્યારે વિશ્વના અનેક દેશ આપણી સંસ્કૃતિ અને ધરોહર સમા યોગને અપનાવી વિશ્વ યોગ દિવસ મનાવી રહયા છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં યોગ કાર્યક્રમ યાદગાર બને તે માટે સૌએ સહિયારો પ્રયાસ કરવાનો છે.
By The Press Solution

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x