માણસા તાલુકાના ઈટાદરાની શેઠ શ્રી સી.એલ.કેળવણી મંડળ સંચાલિત પટેલ આર.એમ. પ્રાથમિક શાળામાં વર્ષના પ્રથમ દિવસે ધોરણ 1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત સ્વાગત કરવામાં આવ્યું હતું. પહેલા ધોરણના વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે પ્રાથમિક વિભાગ(નોન ગ્રાન્ટેડ)ના આચાર્ય સીમાબેન પટેલ, શિક્ષિકા બહેનો તથા હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય ડી.એ.પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.

By The Press Solution