Thursday, June 19, 2025
spot_img
HomeGujaratકડી અને વિસાવદર બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ, ૨૩ જૂને પરિણામ

કડી અને વિસાવદર બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ, ૨૩ જૂને પરિણામ

અમદાવાદ: ગુજરાતની કડી અને વિસાવદર બેઠકો સહિત દેશના ચાર રાજ્યોમાં આવેલી કુલ પાંચ વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. સવારના ૭ વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજના ૬ વાગ્યા સુધી ચાલશે, અને આ ચૂંટણીના પરિણામ ૨૩ જૂને જાહેર કરાશે. ગુજરાત ઉપરાંત, કેરળના નીલાંબુર, પંજાબના લુધિયાણા પશ્ચિમ અને પશ્ચિમ બંગાળના કાલીગંજ વિધાનસભા બેઠકો પર પણ આજે એકસાથે મતદાન થઈ રહ્યું છે. કડી વિધાનસભા બેઠક પર ૨,૮૯,૯૨૭ મતદારો માટે ૨૯૪ મતદાન મથકો ઊભા કરાયા છે, જ્યાં ૧૯૦૦થી વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. વિસાવદર બેઠકમાં ૧૭ શહેરી અને ૨૭૭ ગ્રામ્ય વિસ્તારો સહિત ૨,૬૧,૦૯૨ મતદારો માટે કુલ ૧૮૮૪ પોલિંગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પેટાચૂંટણીઓ રાજકીય પક્ષો માટે પોતાની પકડ મજબૂત કરવાની તક સમાન છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x