Monday, June 9, 2025
spot_img
HomeGujaratમાણસામાં મુક્તાનંદ કોમ્પલેક્ષ આગળ મૂકેલ એક્ટિવામાંથી 5 લાખની ચોરી

માણસામાં મુક્તાનંદ કોમ્પલેક્ષ આગળ મૂકેલ એક્ટિવામાંથી 5 લાખની ચોરી

  • બપોરે 4 વાગ્યે બનાવ બન્યો
  • એક્ટિવાની ડેકીમાંથી 5 લાખની ચોરી કરી શખ્સો ફરાર
  • ચોરીની ઘટનાના સીસીટીવી આવ્યા સામે

લિંબોદરા ખાતે રહેતા વિમલેશકુમાર ચૌધરી એક્સિસ બેંકમાં નોકરી કરે છે. કાકાના દિકરાએ માણસા સરદાર માર્કેટમાં આવેલ આર કે આંગડિયામાંથી રૂ. 5,00,000નું આંગડિયું લેવા કહ્યું હતું, જે બાદ વિમલેશકુમાર એક્ટિવા લઈને પૈસા લેવા ગયા હતા. તેઓએ પૈસા લઈને એક્ટિવાની ડેકીમાં મૂક્યા હતા. વિમલેશકુમાર પૈસા લઈને બેંક આગળ પહોંચતાં કોઈએ જલ્દી આવો જલ્દી આવોની બૂમો પાડી હતી. એક બાઈક ઉપર મોઢે રૂમાલ બાંધેલા બે અજાણ્યા વ્યક્તિઓએ નગરપાલિકાનું એડ્રેસ પૂછ્યું હતું. જે બાદ વિમલેશકુમાર એક્ટિવાની ડેકીમાં મૂકેલ પૈસા લેવા જતાં પૈસા નહોતા અને બાઈક સવાર બે વ્યક્તિ પણ ગાયબ હતા. સરનામું પૂછવાના બહાને ગઠિયાઓ એક્ટિવાની ડેકીમાંથી પૈસા લઈ ફરાર થયા હતા. સમગ્ર ઘટના નવરંગ હોટલના સીસીટીવીમાં કેદ થઈ હતી. 5,00,000ની ચોરી મામલે વિમલેશકુમારે માણસા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

By The Press Solution

ગાંધીનગર જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની કલોલ ખાતે ઉજવણી કરાશે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x