દેશના વડાપ્રધાન તરિકે નરેન્દ્ર મોદી આજે એટ્લે કે રવિવારે સાંજે સતત ત્રીજી વખત શપથ લેશે. મોદી સરકાર 3.0માં કયા મંત્રીઓને સ્થાન આપવામાં આવશે તેને લઈ હજી અસમંજસ છે. નવા મંત્રી પરિષદના નેતાઓને રાષ્ટ્રપતિ ભવનમાંથી ફોન કરવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. મળેલી માહિતી અનુસાર નીચે મુજબના નેતાઓને ફોન કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી રવિવારે સાંજે 7.15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે.

મંત્રી પદ માટે નીચે મુજબના નેતાઓને ફોન કરવામાં આવ્યા ….
ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની (ટીડીપી)
કિંજરાપુ રામ મોહન નાયડુ (ટીડીપી)
અર્જુન રામ મેઘવાલ (ભાજપ)
સર્બાનંદ સોનોવાલ (ભાજપ)
અમિત શાહ (ભાજપ)
કમલજીત સેહરાવત (ભાજપ)
મનોહર લાલ ખટ્ટર (ભાજપ)
નીતિન ગડકરી (ભાજપ)
રાજનાથ સિંહ (ભાજપ)
પીયૂષ ગોયલ (ભાજપ)
જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ)
શાંતનુ ઠાકુર (ભાજપ)
રક્ષા ખડસે (ભાજપ)
પ્રતાપરાવ જાધવ (શિવસેના શિંદે જૂથ)
એચડી કુમારસ્વામી (જેડીએસ)
ચિરાગ પાસવાન (LJP-R)
જયંત ચૌધરી (RLD)
અનુપ્રિયા પટેલ (અપના દળ)
જીતન રામ માંઝી (HAM)
રામદાસ આઠવલે (RPI)