DRDO અને ભારતીય નૌકાદળે સ્વદેશી રીતે વિકસાવેલી વર્ટિકલ-લોન્ચ્ડ શોર્ટ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ (VLSRSAM)નું ઓડિશાના ચાંદીપુર ખાતે સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ જમીન આધારિત વર્ટિકલ લોન્ચરથી નજીકની રેન્જ અને ઓછી ઊંચાઈ પરના હાઇ-સ્પીડ હવાઈ લક્ષ્ય સામે કરવામાં આવ્યું હતું. આ સફળતા દેશની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે અને સ્વદેશી ટેકનોલોજીના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. રક્ષા મંત્રાલયે આ લોન્ચિંગનો વીડિયો શેર કર્યો છે.
