ગાંધીનગર: ગુજરાત રાજ્યના પોલીસ દળના વડા, ડીજીપી વિકાસ સહાય, આજે નિવૃત્ત થઈ રહ્યા છે, જેના કારણે રાજ્યના નવા પોલીસ વડાની નિમણૂક અંગે સસ્પેન્સ સર્જાયું છે. તેમના સ્થાને કાયમી ડીજીપીની નિમણૂક થશે કે પછી તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળશે, તે અંગે પોલીસ વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

ડીજીપીનો ચાર્જ ઇન્ચાર્જ તરીકે પણ કોઈ અધિકારીને સોંપાઈ શકે છે. જી.એસ. મલિક અને સિનિયોરિટી પ્રમાણે કે.એલ.એન. રાવના નામ ટોચના દાવેદારોમાં છે. આ ઉપરાંત, સિનિયર અધિકારીઓ મનોજ અગ્રવાલ અને શમશેરસિંઘના નામ પણ સંભવિત દાવેદારો તરીકે ચર્ચામાં છે. સરકાર ટૂંક સમયમાં આ અંગેનો અંતિમ નિર્ણય જાહેર કરશે, જેના પર સૌની નજર રહેશે.