(યોગેશ શાહ મોડાસા)અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામે યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે યુવાન વકીલ અને પત્રકાર ધ્રુવકુમાર પરેશભાઈ પંચાલ ચૂંટાઈ આવતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જીતની ખુશીમાં યુવાનો અને સૌ ગ્રામ જનો ડીજેના તાલે ઝૂમી ઊઠ્યાં હતાં.
જીતની રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવી હતી. રેલી દરમિયાન નવા ચૂંટાયેલ સરપંચે ઘોડા પરથી નીચે ઉતરી પ્રજાજનોના આશીર્વાદ પણ મેળવ્યા હતા. યુવાનો બાળકો અને સૌ ગ્રામ જનો ગુલાલના રંગે રંગાઈ ગયા હતા.
