અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું પૂરબહારમાં ખીલશે, જેમાં ૩ જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી સહિત સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ગીર સોમનાથ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર સહિત ઘણા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

૪ જુલાઈના રોજ પણ ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યભરમાં સારો વરસાદ રહેવાનો સંકેત આપ્યો છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના છે.