Sunday, June 8, 2025
spot_img
HomeBusinessUPI સર્વર થયું ડાઉન, લોકો પરેશાન

UPI સર્વર થયું ડાઉન, લોકો પરેશાન

ભારતમાં યુપીઆઇ સેવાઓમાં આજે અચાનક વિક્ષેપ સર્જાયો હતો, જેના કારણે દેશભરના લાખો વપરાશકર્તાઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સર્વર ડાઉન થવાના કારણે, ગુગલ પે, ફોન પે અને પેટીએમ જેવી લોકપ્રિય યુપીઆઇ આધારિત એપ્લિકેશનોમાં ચૂકવણી કરવામાં સમસ્યાઓ આવી હતી. વપરાશકર્તાઓ તેમના એકાઉન્ટ્સને ઍક્સેસ કરવામાં, બેલેન્સ તપાસવામાં અને નાણાં મોકલવામાં અસમર્થ હતા.

આ ઘટનાથી દેશભરના વપરાશકર્તાઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો, અને ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર તેમની ફરિયાદો વ્યક્ત કરી હતી. જો કે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ આ સમસ્યાને તાત્કાલિક ધ્યાનમાં લીધી હતી અને તેને ઉકેલવા માટે ઝડપી પગલાં લીધા હતા. થોડા કલાકોની અંદર, યુપીઆઇ સેવાઓ ફરીથી કાર્યરત થઈ ગઈ હતી, અને વપરાશકર્તાઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

એનસીપીઆઈએ આ ઘટના માટે વપરાશકર્તાઓની માફી માંગી હતી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી હતી

.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x