Sunday, June 22, 2025
spot_img
HomeNewsમોડાસામાં સ્માર્ટ મીટર યુ જી વી સી એલ દ્વારા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ...

મોડાસામાં સ્માર્ટ મીટર યુ જી વી સી એલ દ્વારા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ ના ઘરેથી લગાવવાની શરૂઆત કરાઈ..

અરવલ્લી મોડાસા ટાઉન ડેપ્યુટી એન્જિનિયર એમ વાય બુલા દ્વારા મોડાસા નગરમાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠના ઘરેથી કરવામાં આવી આપણા ઘરથી સ્માર્ટ ગુજરાતના નિર્માણની પહેલ સાથે સૌ મોડાસા નગરની જનતાને આ મીટર મુકાવી સ્માર્ટ ગુજરાતની પહેલમાં યોગદાન આપવા નીરજ શેઠ દ્વારા અપીલ કરાઈ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનના અંગે ખોટી ધારણાઓથી દૂર રહી દરેકે પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવું જોઈએ યુ જી વી એલ ટાઉન મોડાસાના અધિકારીઓ દ્વારા જણાવ્યા અનુસાર સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન વિનામૂલ્યે કરવામાં આવે છે અને આ મીટર થી મોબાઈલની એપ્લિકેશનમાં જ વીજ વપરાશ અંગેની ડે ટુ ડે ની તમામ માહિતી આપવામાં આવે છે જેથી વીજ વપરાશની સચોટ માહિતી મળે છે તેવી જાણકારી આપેલ આગામી દિવસોમાં મોડાસા ટાઉનમાં ઘરે-ઘરે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવાનું આયોજન તંત્ર દ્વારા કરાઈ રહ્યું હોવાનું પણ અધિકારીઓએ જણાવેલ હતું

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x