Saturday, June 21, 2025
spot_img
HomeGujaratમોડાસા: નેહરુ કંપા શાળાના બાળકોને શૈક્ષણિક સહાય વિતરણ કરાઇ

મોડાસા: નેહરુ કંપા શાળાના બાળકોને શૈક્ષણિક સહાય વિતરણ કરાઇ

યોગેશ શાહ, મોડાસા: ભારત વિકાસ પરિષદ, મોડાસા શાખા અને શ્રી જયેશભાઈ ગાંધી (ચંદન ટ્રેડિંગ, મોડાસા) દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા ચંપકલાલ છબીલદાસ ગાંધી (સાકરીયા)ની જન્મજયંતિ નિમિત્તે એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેહરુ કંપા શાળાના ધોરણ ૧ થી ૫ના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક, પગરખાં, ફ્રુટ પેકેટ, પેન્સિલ, રબર અને અન્ય શૈક્ષણિક સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ સંસ્થાના કારોબારી સભ્યો, શાળાના શિક્ષકો અને નેહરુ કંપા ગામના વડીલોના હસ્તે કરવામાં આવ્યું હતું. જયેશભાઈ ગાંધીનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો અને તેમને અભ્યાસમાં ઉપયોગી સહાય પૂરી પાડવાનો હતો. આ ઉમદા સહયોગ બદલ ભારત વિકાસ પરિષદ અને ગ્રામજનોએ શ્રી જયેશભાઈ ગાંધીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ સામાજિક જવાબદારી અને શિક્ષણના પ્રસાર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x