Wednesday, June 11, 2025
spot_img
HomeNewsમખદુમ હાઇસ્કુલના ઉત્સાહી પૂર્વ પ્રમુખ શ્રી નઇમ મેઘરજીની ડો જમીલ ખાનજીએ સરાહના...

મખદુમ હાઇસ્કુલના ઉત્સાહી પૂર્વ પ્રમુખ શ્રી નઇમ મેઘરજીની ડો જમીલ ખાનજીએ સરાહના કરી

મોડાસા શહેરમાં શિક્ષણ અને કેળવણી ક્ષેત્રે અનેક પ્રયાસો થતા રહ્યા છે.આ ક્ષેત્રે ઘણી વિરલ વિભૂતીઓ,દાનવીરો અને આદર્શ પ્રતિભાઓએ યાગદાન આપ્યુ છે.આજે આવા જ એક વ્યક્તિત્વ નો મોડાસા ની પ્રતિષ્ઠિત મખદૂમ હાઇસ્કુલ ના પ્રમુખ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો.નઈમભાઈ મેઘરેજી એ પારંપરિક વહીવટી માપદંડો ના વાડા માંથી બહાર આવીને સંસ્થા ના સર્વાંગી વિકાસ માટે એમના સમાવેશી અભિગમ અને દૂરંદેશીથી નોંધપાત્ર ભૂમિકા ભજવી.અંગ્રેજી માધ્યમ શાળા ની સ્થાપના હોય કે સ્કુલહિત ના અસાધારણ નિર્ણયો એ એમના શિક્ષણ પ્રત્યે ના ઉમદા અભિગમ નો પરિચય
કરાવ્યો છે. નાની વયે સંસ્થા સંચાલન અને જાહેરજીવન ની સમાજ ઉત્કર્ષ ની વિવિધ પ્રવૃત્તિઓ નુ સંકલન અદ્ભૂત રીતે કરી બતાવ્યુ.એમણે પ્રમુખપદે રહી પદ ની ગરિમા અને ગૌરવ વધે એ મુજબ કર્તવ્ય નિર્વહન કર્યુ.વ્યાપક સંદર્ભ માં કહી શકાય કે ઉપલબ્ધ સંશાધનો અને કૌશલ્ય નો અસરકારક ઉપયોગ કરી હકારાત્મક શૈક્ષણિક,નૈતિક તેમજ સામાજીક પરિવર્તન માટે પ્રયત્નશીલ નેતૃત્વ આપવામાં સફળતા મેળવી.આ ક્ષણે એમને ખૂબ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરુ છુ.

ડો.જમીલ ખાનજી

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x