ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્ધારા શ્રી પી.એમ. કોઠારી હાઇસ્કુલ ટિંટોઇ, શ્રી એ.જી.કે. વ્યાસ બોલુન્દ્રા હાઈસ્કૂલ તથા શ્રીમતી એસ.એસ. પટેલ દધાલિયા હાઈસ્કૂલમાં જુનિયર રેડક્રોસ કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ સેવાઓ સાથે સંકળાયેલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના માર્ગદર્શન હેઠળ હંસાપ્લાસ્ટ કંપનીના સહયોગથી રેડક્રોસ મોડાસા દ્ધારા વિધાર્થીઓને વિના મૂલ્યે પ્રાથમિક સારવારની તાલીમ, CPR તાલીમ આપવા તથા આ અંગે પોતાના પરિવાર, ગામમાં જાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમનું આયોજન થાય છે. આ કાર્યક્રમમાં ચેરમેન ભરતભાઈ પરમાર, જિલ્લા આરોગ્ય વિભાગમાંથી સી.પી.આર. ટ્રેનર ડો.તરુણભાઈ વાળંદ, જીતપુર હાઈસ્કૂલના મ. શિક્ષક મુસ્તુફાભાઇ ખભરાટ તેમજ તમામ શાળાઓના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મુસ્તુફાભાઈએ રેડક્રોસ સોસાયટીના વિવિધ કાર્યક્રમો અંગે વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી. આ પ્રસંગે ચેરમેન ભરતભાઈ પરમારએ રેડક્રોસની સ્થાપના વર્ષ 2015 થી આજ સુધી કરેલ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી તથા તેનો લાભ લેવા જણાવ્યુ હતું. આગામી સમયમાં રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ બેન્ક, ફિઝિયોથેરાપી સેન્ટર, મેડિકલ સ્ટોર, પ્રાથમિક સારવાર વગેરે જેવી સેવાઓ શરૂ કરવા અંગે માહિતી પણ આપી હતી. ડો.તરૂણભાઈ દ્વારા હાજર તમામ વિધાર્થીઓને સવિસ્તાર સીપીઆર તાલીમ આપવામાં આવી તદુપરાંત વિદ્યાર્થીઓને અકસ્માત – આગના સમયે રાખવામાં આવતી સાવચેતી, પ્રાથમિક સારવાર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશે રસપ્રદ રીતે સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં ટિંટોઇ ના 900, બોલુન્દ્રાનાં 300 તથા દધાલિયાના 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં રેડક્રોસ સભ્ય બનેલા 300 વિધાર્થીઓ
