અરવલ્લી જિલ્લાના માર્ગો પર નિરંકુશ રીતે દોડી રહેલા ખાનગી વાહનો મોત નુ તાંડવઃ સર્જન કરે તો નવાઈ નહિદિવાળી નજીક આવતા કેપેસીટી કરતા ત્રણ ગણા મુસાફરો ભરી દોડતી ઇકો કાર, મોટી જીપો અને અન્ય પેસેન્જર વાહનોની બેફામપણે અવર જ્વર વધીઅમદાવાદ, મહેસાણા, ગાંધીનગર સહિતના વિસ્તારોમાંથી દિવસ રાત દોડતા ગેરકાયદેસર મુસાફર વાહનો પર અરવલ્લી જિલ્લા ટ્રાફિક તંત્ર ની ભરપેટ મહેરબાની સ્પષ્ટ દેખાઈ રહી છેજિલ્લા ના ટ્રાફિક પોલીસ ની મહેરબાની ના કારણે સામાન્ય લોકોના જીવ જોખમાય તેવી સ્થિતિ ઉભી થાય તો કોણ જવાબદાર?અરવલ્લી જિલ્લા ટ્રાફિક વિભાગ પીળા ચશ્મા પહેરી રોજબરોજ શામળાજી થી લઈને રાજેન્દ્ર નગર, મોડાસા, બાયડ, મેઘરજ તરફના માર્ગો પર નામ પૂરતું પેટ્રોલિંગ કરતું હોય તેવા સંજોગોઅરવલ્લી જિલ્લા પોલીસ વડા ની સાથે જિલ્લા કલેકટર ટ્રાફિક વિભાગ ના આંખો પર પહેરેલા વજનદાર પીળા ચશ્મા ઉતરવાની તસ્દી લે તો લોકોના જીવ સાથે થનારા ચેડાં અટકેબાકી, તો ફૂલ ગુલાબી કવરના વજન નીચે દબાયેલું તંત્ર માનવ જાત માટે જીવતા બૉમ્બ જેવું સાબિત થશે તેમાં કોઈ બે મત નથીઃ
