વડાપ્રધાન મોદી સતત બીજી વખત ગુજરાતની મુલાકાતે છે. તેઓ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયાની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ કચ્છ પહોંચી સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. પીએમ મોદી માટે આ મુલાકાત ખાસ છે, કારણ કે આ પહેલીવાર છે જ્યારે વડાપ્રધાન બન્યા બાદ તેઓ ગુજરાતમાં જવાનો સાથે દિવાળી ઉજવશે. અગાઉ તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે ગુજરાતના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
