મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે m.R.T.C. સ્કૂલના પટાંગર માં ટીંટોઇ પોસ્ટ ઓફિસ દ્વારા ડાક ચોપાલ ની માહિતી માટેનું આયોજન કરવામાં આવ્યું
આ પ્રોગ્રામમાં મોડાસા સબ ડિવિઝન ના એ.એસ.પી. આર એમ જાદવ તથા મોડાસા આઇ પી પી બી ના મેનેજર શ્રી જીગર ભાઈ પ્રણામી તથા અને TINTOI પોસ્ટ માસ્ટર એસ એસ ચૌહાણ ધારા ડાક ચોપલ ની સુવિધાઓની માહિતી આપવામાં આવી તેમણે જણાવ્યું કે ડાક ચોપાલ ની જે પોસ્ટ ઓફિસ ની સુવિધાઓ નાનામાં નાના ગામ ના છેવાળા સુધી ઘર સુધી પહોંચે અને ગામ ના તમામ માણસો સુધી પહોંચે તેવું જણાવ્યું હતું
આર એમ જાદવ એ જણાવ્યું કે ગામના માણસો પોસ્ટ ઓફિસ નો સદુપયોગ થાય પોસ્ટ ઓફિસની સુવિધાઓનો લાભ મળે તે હેતુસર જાણકારી આપી હતી.
ડાક ચોપલ યોજનામાં ગ્રામીણ પોસ્ટલ જીવન વીમો ઉંમર 19 થી 55 વર્ષ વહી મર્યાદા ઓછામાં ઓછા એક લાખ અને દસ લાખ નું વીમા કવચ તેમજ અટલ પેન્શન યોજના માં 60 વર્ષ પછી આજીવન ગેરેન્ટેડ ટેન્શન યોજના માસિક રૂપિયા 1,000 થી લઈ 5000 સુધી મેળવવા માટે સુવિધાઓ. તેમજ ઓછું પ્રીમિયમ વધુ બોનસ ઓનલાઈન પ્રીમિયમ ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે
પોસ્ટ ઓફિસ દ્વારા આમ જનતા માટે રીકેરીંગ ડિપોઝિટ મૂડી જમા કરવા માટેનું ખાતું ઉપયોગી છે
