હમ તો ચલે દુસરો કો રોશની દેકે
*નેત્રદાન મહાદાન મોડાસાના 82 વર્ષના રમીલાબેન મોદીના અવસાન થતાં નેત્રદાન જાયન્ટ્સ મોડાસા દ્વારા નેત્ર કલેક્ટ*
નેત્રદાન મહાદાન છે નેત્રદાન કરી અંધકાર મેં જિંદગી જીવનાર જરૂરિયાત મંદિરના જીવનમાં રોશની મળે છે તેની સાથે આપણે મૃત્યુ પછી પણ આ દુનિયામાં જીવિત રહી શકીએ છે
મોડાસાની સેવાભાવી સંસ્થા જાયન્ટ્સ મોડાસાના બ્લડ ડોનેશન ડાયરેક્ટર નવીન રામાણી બ્લડ બેન્ક મોડાસાના માલિક છે જેમને મોડાસાના નામાંકિત વેપારી બકુલભાઈ ગાંધી દ્વારા જણાવવામાં આવ્યું કે અમારા સંબંધી રમીલાબેન ધીરજલાલ મોદી નું ટૂંકી માંદગી બાદ કુદરતી મૃત્યુ થયું છે તેમની આંખનું નેત્રદાન કરવાનું છે આ સાથે જ અમારી જાયન્ટ્સ ટીમ દ્વારા મોડાસાની પ્રખ્યાત શ્રી રામ આંખ હોસ્પિટલ ના સેવાભાવી ડૉ. કાંતિભાઈ પટેલ ના પુત્ર ડૉ. પ્રજ્ઞેશ પટેલ દ્વારા રમિલાબેન મોદીના ઘરે જઈ આંખ કલેક્ટ કરી હતી અને તેને જરૂરિયાત મંદ વ્યક્તિ માટે અમદાવાદ ખાતે પહોંચાડવામાં આવી
આ પ્રસંગે આંખ ડોનેટ કરનાર સ્વર્ગીય રમીલાબેન મોદી અને તેમના પરિજનો દ્વારા જણાવ્યું હતું કે આ આંખ બીજા જીવિત છે પણ અંધકાર મય જીવન જીવતા ની જિંદગીમાં રોશની આપશે આ શ્રેષ્ઠ નેત્રદાન છે જે સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ છે સાથે આંખ કલેક્ટ કરનાર ડૉ.પ્રજ્ઞેશ પટેલ જીવદયા પ્રેમી નિલેશ જોશી જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર પત્રકાર વિનોદ ભાવસાર તેમજ રામાણી બ્લડ બેન્ક મોડાસા ની ટીમ હાજર રહી હતી
