મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સાત તળાવ ગામ પાસેથી પસાર થતી પાનમ ડેમની મુખ્ય પાનમ કેનાલમાં અંદાજિત 15 વર્ષીય બાળકી પડી જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર બનાવવા અંગે લુણાવાડા ફાયર વિભાગને જાણ થતા લુણાવાડા ફાયર વિભાગના જવાનો સાત તળાવ ગામે કેનાલ ખાતે પહોંચ્યા છે અને કેનાલમાં પડેલી બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.જો કે, કેનાલમાં પાણીનો પ્રવાહ તેજ હોવાના કારણેહજી સુધી આ બાળકીની કોઈ ભાળ મળી નથી.જોકે ફાયર વિભાગ દ્વારા સતત તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આ અંગે મળતી પ્રાથમિક વિગત અનુસાર કેનાલમાં પડેલી બાળકીનું નામ પાયલબેન સોમાભાઈ પગી છે અને તેની ઉંમર અંદાજિત 15 વર્ષ છે. બીજી તરફ બનાવ અંગે જાણ થતાં જ લોકોના ટોળા પણ ઘટનાસ્થળે ઉમટ્યા છે
