મોડાસા તાલુકાના હફસાબાદ ખાતે સ્વચ્છતા અભિયાન કરી ગ્રામજનોને જાગૃત કર્યા.
૨૪ ગામોમાં સ્વચ્છતા જાગૃતિ ઝુંબેશ ચલાવાશે: ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા
ભારતભરમાં ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઑક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા, સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા અભિયાન ચાલી રહેલ છે . જે અંતર્ગત ગાયત્રી પરિવાર, અરવલ્લી જિલ્લાના સંયોજક હરેશભાઈ કંસારાએ જણાવ્યાનુસાર કલેક્ટરશ્રી અરવલ્લીના નેતૃત્વમાં મળેલ મીટીંગમાં ગાયત્રી ચેતના કેન્દ્ર,મોડાસા દ્વારા ૨૪ ગામોમાં સ્વચ્છતા જાગૃતિ અભિયાન ચલાવવા તેમજ અરવલ્લી જિલ્લામાં ગાયત્રી પરિવાર દ્વારા સ્વચ્છતા જાગૃતિ પ્રત્યે સંભવત: વિશેષ સક્રિય ઝુંબેશ ચલાવવા ઘોષણા કરેલ. આ સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસાના ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનોની ટીમ ગુરુવારે સાંજે હફસાબાદ પહોંચી. નવરાત્રિ ચોકમાં ગ્રામજનોને એકઠા કર્યા. સૌ ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું. ગ્રામજનો તેમજ ગાયત્રી પરિવાર સૌ સાથે ગામમાં સ્વચ્છતા જાગૃતિ ઝુંબેશ યાત્રા કાઢી. સ્વચ્છતાના નારાઓથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું. ત્યારબાદ સૌ સાથે મળી નવરાત્રિ ચોકથી દૂધની ડેરી સુધી રસ્તા, કચરાના ઢગ તેમજ પાણીની નીકો સફાઈ ઝુંબેશ ચલાવી શ્રમદાન કર્યુ.
આ જોઈ સૌ ગ્રામજનો ખૂબ આનંદની અનુભૂતિ સાથે હફસાબાદ ગામને સ્વચ્છ રાખવા સંકલ્પિત થયા.
