Saturday, June 21, 2025
spot_img
HomeNewsગુજરાત રાજ્ય શિક્ષક સંઘના પ્રતિનિધિ તરીકે અરવલ્લી જિલ્લાના સતીશ પટેલ ઘોષિત,શુભેચ્છકોએ શુભેચ્છાઓ...

ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના પ્રતિનિધિ તરીકે અરવલ્લી જિલ્લાના સતીશ પટેલ ઘોષિત,શુભેચ્છકોએ શુભેચ્છાઓ પાઠવી

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 9 માસ થી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મળેલ બંધારણ ના વિરુધ પ્રક્રિયાના આક્ષેપો ઉઠ્યા છે.અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ની ચૂંટણીમાં પણ,ભિલોડના તમામ શિક્ષકોને બંધારણવિરુધ મતદાન થી તેમજ મતદાર યાદી માં દૂર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા હતા,ગત 29 જુન ના રોજ પોલીસ અને બાઉન્સરોની સુરક્ષાવચ્ચે મોડાસાના લીંભોઈ મુકામે જે કારોબારી બોલાવી તે પણ બંધારણ વિરુદ્ધ હોવાના આક્ષેપોની ચર્ચાએ જોર પકડ્યું હતું.કારોબારી સભ્યોની યાદી બનાવી ને ગેરકાયદેસર મિટીંગ બોલાવી ઠરાવ કરવામાં આવ્યો તેમાં ભિલોડા અને મેઘરજ ના કારોબારી સભ્યોની યાદી બદલી નાખી અને સાચાકારોબારી સભ્યોને પ્રવેશ આપવામાં ન આવ્યો હોવાના અને ગેરકાદેસર બંધારણ વિરુદ્ધ પ્રાથમિક શિક્ષક સંઘ કામ કરી રહ્યો હોવના આક્ષેપો વચ્ચે ભિલોડા,મેઘરજ સહિત અન્ય તાલુકા અને જિલ્લાના કારોબારી સભ્યોએબરાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ ને રજૂઆત બાદ,અરવલ્લી જિલ્લાના રાજ્ય પ્રતિનિધિ તરીકે સતીશ પટેલને ઘોષિત કરતા શિક્ષક સંઘના આગેવાનો સભ્યો અને શુભેચ્છકો એ સતીશ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x