માણસા પીઆઇ પીજે ચુડાસમાએ સર્વેલન્સ સ્કોડના માણસોને સૂચના કરેલ. હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ, સુરપાલસિંહ, પો.કો રોહિતકુમાર, મહેન્દ્રસિંહ અને બળવંતસિંહ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મહેન્દ્રસિંહ અને રોહિતકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે કેબલ અને પશુ ચોર આરોપી એઝાજ અહેમદભાઈ શેખ ઈટાદરા ગામે હાજર છે. જે બાતમીના પગલે પોલીસે હકીકતવાળી જગ્યાએથી ઉપરોક્ત આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે 70,000ની કિંમતના 4 પશુ, અલ્ટો ગાડી, બાઈક અને મોબાઈલ ફોન મળી કુલ 2,60,000નો મુદામાલ કબ્જે કર્યો હતો.

ઝડપાયેલા આરોપી વિરુદ્ધ માણસા અને પેથાપુર પોલીસ મથકમાં ત્રણ ગુના નોંધાયેલા છે. પોલીસે અન્ય બે ઈટાદરાના આરોપી આદિલ જાકિરભાઈ બેલીમ અને જાકિરભાઈ નજરમહમદ બેલીમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.