માણસા તાલુકાના સમૌ અને બાપુપુરા ખાતે વિશ્વ વસ્તી દિવસ અન્વયે ગુરૂ શિબિરનું આયોજન કરાયું હતું. સમૌ ખાતે યોજાયેલ શિબિરમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝ જયેશભાઈ પ્રજાપતિએ કુટુંબ કલ્યાણની કાયમી, બિન કાયમી પદ્ધતિ, સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી, માલા ડી, છાયા, અંતરા, કોપર ટી તમામ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ સુપરવાઈઝર હર્ષિલભાઈ મોદી દ્વારા ભૂતપૂર્વ આરોગ્ય કમિશ્નરે જયંતિ રવિ દ્વારા શરૂ કરેલ સપ્તધારા કાર્યક્રમ અન્વયે સુંદર પપેટ શો દ્વારા લાભાર્થીઓને સમજ આપવામાં આવી હતી.


સમૌ અને બાપુપુરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સમૌના મેલ હેલ્થ વર્કર મયંક ભાઈ CHO સુનિતા બેન, બાપુપૂરાના ફિમેલ હેલ્થ વર્કર ચંદ્રિકાબેન, મેલ હેલ્થ વર્કર પરેશ ભાઈ, CHO યોગીનભાઈ પટેલ અને અન્ય સ્ટાફ તથા મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી.