જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન સંચાલિત મોડાસાની સેવાકીય સંસ્થા જાયન્ટ્સ મોડાસા દ્વારા વિવિધ શાળા પ્રવેશોત્સવ ઉજવણી કરવામા આવી રહી છે
જાયન્ટ્સ મોડાસા દ્વારા સરકારી પ્રાથમિક શાળા મહાદેવ ગ્રામ શાળા મા પ્રથમ ધોરણમાં પ્રવેશ લેનાર બાળકોને શિક્ષણ માટે *શૈક્ષણિક કીટ* જેમાં સ્કૂલ બેગ – વોટર બેગ – લંચ બોક્સ – નોટ પેન્સિલ તેમજ રંગીન સચિત્ર દેશી હિસાબ આમ સમગ્ર શૈક્ષણિક કીટ તો તૈયાર કરી જરૂરિયાતમંદ બાળકોને જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ના સહયોગથી આપવામાં આવી
આ પ્રસંગે સરપંચશ્રી પંકજસિંહ રાઠોડ સમિતિ મેમ્બર હરિસિંહ ગામના આગેવાન શ્રી પર્યાવરણ ડાયરેક્ટર સુરેન્દ્રસિંહ રાઠોડ ગ્રામજનો ઝોન ડાયરેક્ટર પ્રવિણ પરમાર જાયન્ટ્સ મોડાસા પ્રમુખ રમેશભાઇ પ્રજાપતિ સહિયર પ્રમુખ જ્યોત્સનાબેન પ્રજાપતિ મંત્રી છાયાબેન સોની જીવ દયા ડાયરેક્ટર કલ્પેશ પંડ્યા શાળાના આચાર્યશ્રી શિક્ષક સ્ટાફ જાયન્ટ્સ મોડાસા મિત્રો સહિયર બહેનો હાજર રહી જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો ઝોન ડાયરેક્ટ પ્રવીણ પરમાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રાસંગિક પ્રવચન આપી માહિતગાર કર્યા હતા. શાળાના આચાર્ય રેખાબેન દ્વારા સર્વેનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું અને શાળા દ્વારા આભાર વ્યકત કર્યો હતો
