માણસા કોલેજ ખાતે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. શુક્રવારે સવારે 7 વાગ્યે એસડી આર્ટસ એન્ડ શાહ બી આર કોમર્સ કોલેજ ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. યોગા ટ્રેનર દ્વારા અલગ અલગ યોગાભ્યાસ કરવામાં આવ્યા હતા. જીવનમાં યોગના મહત્વ વિશે સમજ અપાઈ હતી. સ્વસ્થ, નિરોગી રહેવા માટે દરરોજ યોગ કરવા માટે તમામને અપીલ કરાઈ હતી.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે એસ પટેલ, મામલતદાર કિશનભાઈ ચૌધરી, ચીફ ઓફિસર સતિષભાઈ પટેલ, શહેર પ્રમુખ એલ એચ પટેલ, કોલેજ કેમ્પસ ડાયરેક્ટર નવીનભાઈ વ્યાસ, નાયબ મામલતદારો, પતંજલિ યોગ સમિતિ સભ્યો, પોલીસ જવાનો, કોલેજ આચાર્ય, પ્રોફેસરો, શાળાના વિદ્યાર્થીઓ, યોગ ટ્રેનર સહિત વહીવટી સ્ટાફ અને સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો વર્ચ્યુઅલી કાર્યક્રમ કોલેજ ખાતે તમામે નિહાળ્યો હતો.
By The Press Solution
દહેગામ: ગલૂદણ પટેલ સમાજની વાડી ખાતે 10માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ
10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: PM મોદીએ કહ્યું – વિશ્વમાં યોગ પર રિસર્ચ થાય છે