Monday, June 9, 2025
spot_img
HomeIndia10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: PM મોદીએ કહ્યું - વિશ્વમાં યોગ પર રિસર્ચ...

10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: PM મોદીએ કહ્યું – વિશ્વમાં યોગ પર રિસર્ચ થાય છે

સમગ્ર દેશ અને દુનિયામાં આજે 10માં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આજે શ્રીનગર જઈ રહ્યા છે. 3જી વખત વડાપ્રધાન બન્યા બાદ તેઓ આજે પ્રથમ વખત કાશ્મીર જઈ રહ્યા છે. જ્યાં તેઓ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યાં છે. દર વર્ષની જેમ આજે પણ ભારત સહિત વિશ્વના ઘણા દેશો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. યોગ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે પીએમ મોદીથી લઈને ઘણા મંત્રીઓ સુધી બધા યોગ દિવસનો ભાગ બની રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત શેર-એ-કશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રમાં યોગાભ્યાસ કર્યો.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે યોગ દિવસની ઉજવણીની પહેલ ભારતમાંથી જ કરવામાં આવી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને 177 દેશોનું સમર્થન મળ્યું.

Girl in a jacketપીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે ફ્રાન્સની 101 વર્ષની મહિલા યોગ શિક્ષકને ભારતમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં. તે ક્યારેય ભારત આવ્યા ન હતા પરંતુ તેમણે પોતાનું આખું જીવન યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત કર્યું હતું. આજે દેશ અને દુનિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં યોગ પર સંશોધન થઈ રહ્યું છે. યોગ પર સંશોધન પત્રો પ્રકાશિત થઈ રહ્યા છે.

By The Press Solution

મહુડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત યોગ તાલીમ કાર્યક્રમ યોજાયો

માણસા શહેરની 16 શાળાઓમાં ફાયર સેફ્ટી મામલે તપાસ, 4 શાળાઓને ફટકારાઈ નોટિસ

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x