Friday, July 4, 2025
spot_img
HomeGujaratગાંધીનગર ખાતે 12 જુલાઈએ નેશનલ લોક અદાલતનું આયોજન

ગાંધીનગર ખાતે 12 જુલાઈએ નેશનલ લોક અદાલતનું આયોજન

જિલ્લા કાનૂની સેવા કચેરી દ્વારા ગાંધીનગર ખાતે 12 મી જુલાઈ 2025 ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન અંતર્ગત રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, (નાસા) ના આદેશ અનુસાર તારીખ ૧૨-૦૭-૨૦૨૫ ના રાજ નેશનલ લોક અદાલનુ આયોજન કરવામાં આવેલ તેના ભાગરૂપે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટના માનનીય ચીફ જસ્ટીસ તથા પેટ્રોન ઈન ચીફ મુખ્ય ન્યાયમુર્તિ શ્રીમતિ સુનિતા અગ્રવાલ સાહેબશ્રી ના સતત માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવશ્રી એચ.એમ.પવાર સાહેબશ્રીના અવિરત પ્રોત્સાહનથી જિલ્લાની તમામ જિલ્લા અદાલત અને તાલુકાની અદાલતમાં પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રી તેમજ અધ્યક્ષ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગરના સુશ્રી હિતા આઈ.ભટ્ટ સાહેબશ્રીના અધ્યક્ષતા હેઠળ તારીખ ૧૨-૦૭-૨૦૨૫ ના રોજ નેશનલ લોક અદાલત નુ આયોજન કરવામાં આવેલ.જેમાં ગાંધીનગર જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ નેશનલ લોક અદાલનુ આયોજન કરવામાં આવેલ છે સદરહુ નેશનલ લોક અદાલતમાં નીચે મુબજના કેસનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે તેમા

1)સમાધાન લાયક ફોજદારી કેસો
2)નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એકટ-૧૩૮ના કેસ
3)બેન્કનાં લેણાના દાવા
4)મોટર અકસ્માત વળતરના કેસ
5)લેબરને લગત કેસ
6)ઈલેકટ્રીસીટી તેમજ પાણી ના વેરો ના કેસ
7)લગ્ન વિષયક કેસ (છુટાછેડા સિવાયના)
8)જમીન સંપાદન ના કેસ
9)પે, અલાઉન્સીસ અને રીટાયરલ બેનીફીટસ ને લગતી સર્વિસ મેટર
10)રેવન્યુ કેસ
11)અન્ય સીવીલ કેસ
12)ટ્રાફીક ઈ-મેમો

જે પક્ષકારોને, બેન્ક, વીમા કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ વગેરે ઉપરોકત દર્શાવેલ કેસને લગતા પેન્ડીંગ તેમજ પ્રિ-લીટીગેશન કેસોનુ સુખદ સમાધાન કરવા ઈચ્છતા હોય તેઓશ્રીએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ કલોલ, માણસા,દહેગામ તેમજ ગાંધીનગરની કચેરીનો સંપર્ક કરવા. જણાવવામાં આવે છે.

વધુ માહિતી માટે અત્રેની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર, રૂમ નંબર ૧૦૧,પ્રથમ માળ,ન્યાયમંદિર, સેકટર-૧૧, ગાંધીનગરનો સંપર્ક કરવો

લોક અદાલત એટલે લોકો ની અદાલત” ના કોઈ નો વિજય ના કોઈ નો પરાજય”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x