Monday, June 9, 2025
spot_img
HomeGujaratGMCમાં નવા હોદ્દેદારોની વરણી કરાઇ, મેયર તરીકે મીરાબેન પટેલની વરણી

GMCમાં નવા હોદ્દેદારોની વરણી કરાઇ, મેયર તરીકે મીરાબેન પટેલની વરણી

ગાંધીનગરમાં કોર્પોરેશનમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ગાંધીનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનને નવા મેયર મળ્યા છે. આજે થયેલી બેઠકમાં ગાંધીનગર કોપોરેશનને મહિલા મેયર તરીકે મીરાબેન પટેલની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે નટવરજી મથુરજી ઠાકોરની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરાંગભાઈ વ્યાસ, દંડક તરીકે સેજળબેન પરમાર અને શાસક પક્ષના નેતા તરીકે અનિલસિંહ વાઘેલાની વરણી કરવામાં આવી છે.

ગાંધીનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનમાં મેયરની સાથે સાથે ડેપ્યૂટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ વરણી કરવામાં આવી છે અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની વરણી કરાઇ છે. આ પહેલા મેયર પદ માટે બ્રહ્મ સમાજના નામોની ચર્ચાએ જોર પકડ્યુ હતુ, જોકે, આખરે પાટીદાર મહિલા નેતાને આ પદ મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં કોર્પોરેશનમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.

 

By The Press Solution

રાજ્યમાં 59 સ્થળેથી મોબાઈલ ટાવરની બેટરી ચોરનાર ગેંગના 2 ઇસમોને ઝડપી લેતી અરવલ્લી LCB ટીમ

આજે ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોનું સરકાર સામે મહાઆંદોલન

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x