અરવલ્લી જિલ્લા LCBએ રાજ્યના 59 સ્થળે મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. અરવલ્લી જિલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા LCB પોલીસે જિલ્લામાં ત્રણ સ્થળે મોબાઈલ ટાવરની બેટરી ચોરીના ગુન્હાને અંજામ આપતી ગેંગને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી હતી.


જે સદર્ભે અરવલ્લી જિલ્લા LCB ટીમે રાજ્યના 59 સ્થળે મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરતી ઉત્તર પ્રદેશ અને દિલ્હીની ગેંગના બે સાગરિતોને હોન્ડા સિટી કાર સાથે ઝડપી પાડ્યા છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે બે ઇસમોને ઝડપી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
By The Press Solution
ભિલોડાની ચિંતામણી ખાતે ભારત વિકાસ પરિષદ શાખાનો અભ્યાસ વર્ગ યોજાયો
સાદરા નજીક સાબરમતી નદી બની મોતનો કૂવો: પુલના કામમાં પણ લોલમલોલ