Thursday, July 17, 2025
spot_img
HomeGujaratઅરવલ્લીના ભિલોડામાં ડ્રોન દ્વારા વનીકરણ: 50 હેક્ટરમાં સીડ બોલ પ્લાન્ટેશન

અરવલ્લીના ભિલોડામાં ડ્રોન દ્વારા વનીકરણ: 50 હેક્ટરમાં સીડ બોલ પ્લાન્ટેશન

યોગેશ શાહ, મોડાસા: અરવલ્લી જિલ્લાના ભિલોડા (Bhiloda) વન વિભાગ (Forest Department) રેન્જમાં પર્યાવરણ સંરક્ષણ અને વનીકરણને વેગ આપવા માટે એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. નાયબ વન સંરક્ષક, અરવલ્લી વન વિભાગ, મોડાસા (Modasa) ના માર્ગદર્શન હેઠળ બાવળીયા (Bavliya) ગામમાં ડ્રોન ટેકનોલોજી (Drone Technology) નો ઉપયોગ કરીને સીડ બોલ (Seed Ball) વાવેતર કરવામાં આવ્યું.

આ પ્રોજેક્ટ (Project) અંતર્ગત, ભિલોડા વન વિભાગ રેન્જના અધિકારીઓ, વનપાલ, વન રક્ષક અને PRIME UAV PRIVATE LTD, મહેસાણા (Mahesana) ની ટીમના સહયોગથી ૫૦.૦૦ હેક્ટર (Hectare) વિસ્તારમાં એરિયલ સીડિંગ (Aerial Seeding) દ્વારા સીડ બોલ પ્લાન્ટેશન (Plantation) કામગીરી કરાઈ. પ્રતિ હેક્ટરે ૬૬૬૦ સીડ બોલ વાવવામાં આવ્યા, જે પર્યાવરણને હરિયાળું બનાવવામાં મદદરૂપ થશે. આ નવીન અભિગમ વનીકરણને વધુ કાર્યક્ષમ અને મોટા પાયે બનાવવામાં મદદ કરશે, જે ભવિષ્યમાં અરવલ્લી જિલ્લાની પર્યાવરણીય ગુણવત્તા સુધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x