ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરના ઔડા ગાર્ડનમાં આવેલા તળાવમાંથી ફરી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. થોડા દિવસ અગાઉ પણ આ સ્થળેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હતો. ઘટનાની જાણ થતાં દહેગામ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી શરૂ કરી હતી.

દહેગામ ઔડા ગાર્ડનમાં આવેલ તળાવમાં બિનવારસી મૃતક યુવાનની ડેટબોડી તરતી જોતાં ચકચાર મચી જવા પામી હતી. આજે બપોર બાદ ઔડા તળાવમાં યુવાનનો મૃતદેહ તરતો જોવા મળતા લોકોનાં ટોળેટોળાં દોડી આવ્યા હતા. લોકોએ પાલિકાના તંત્રને અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતાં ફાયર ટીમ તાત્કાલિક દોડી આવ્યા બાદ પોલીસ પણ દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ યુવાન એક દિવસ પહેલાં તળાવમાં પડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. લોકમુખે થઈ રહેલી ચર્ચા મુજબ આ તળાવમાંથી અનેક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છતાંય જવાબદાર વહિવટીતંત્રનાં અધિકારી અને શાસનકર્તાઓ તાર ફેન્સીગ કામ કરવા નિષ્ફળ નિવડ્યા છે.
By The Press Solution
GMCમાં નવા હોદ્દેદારોની વરણી કરાઇ, મેયર તરીકે મીરાબેન પટેલની વરણી