Monday, June 9, 2025
spot_img
HomeGujaratભિલોડાની ચિંતામણી ખાતે ભારત વિકાસ પરિષદ શાખાનો અભ્યાસ વર્ગ યોજાયો

ભિલોડાની ચિંતામણી ખાતે ભારત વિકાસ પરિષદ શાખાનો અભ્યાસ વર્ગ યોજાયો

હિંમતનગર
ભારત વિકાસ પરિષદ ગુજરાત મધ્ય પ્રાંત સાબરકાંઠા ગાંધીનગર વિભાગનો વિભાગીય અભ્યાસ વર્ગ ભિલોડાના અંતરિયાળ વિસ્તારના રમણીય વાતાવરણ માં ચિંતામણી પાશ્વનાથ દિગમ્બર જૈન મંદિર હોલ ખાતે ભિલોડા શાખાના યજમાન પદે યોજાયો હતો સંપર્ક,સહયોગ,સંસ્કાર,સેવા, સમર્પણના સુત્રોને સાર્થક કરતી ભારત વિકાસ પરિષદના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા વિભાગના 100 થી વધુ ભારત વિકાસ પરિષદ શાખાના પદાધિકારીઓ, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ અભ્યાસ વર્ગમાં મધ્ય પ્રાંતના પ્રમુખ ફાલ્ગુનભાઈ વોરા ,અભ્યાસ વર્ગના સંયોજક ભરતભાઇ મોદી, વિજયભાઈ ભકકડ, વિભાગીય મંત્રી ચંદ્રકાંતભાઈ રાવલ, મુકેશભાઈ અધવર્યું, નાગેન્દ્રસિંહ બીહોલા, વિનોદભાઈ પટેલ,ધર્મેન્દ્રભાઈ પડ્યા, દિશાન્તભાઈ શાહ, નિલભાઈ રામી, માલવભાઈ શુક્લ,નિપાબેન કડીયા,જીજ્ઞેશભાઈ પટેલ,પરિનભાઈ શાહ,જે.કે.સોની સહિત પદાધિકારીઓએ આભાસ વર્ગ વિશે ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી. વિશેષમાં અભ્યાસ વર્ગમાં મહિલા સંયોજિકા અર્ચના ભટ્ટ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. શાખાના ત્રણેય પ્રકલ્પ વિશે માહિતી આપી હતી. ભિલોડા શાખાના પ્રમુખ પ્રાણવભાઈ પંચાલ સહિત હોદ્દેદારો અને ચિંતામણી મંદિરના વસંતભાઈ શાહ સહિત મહાનુભાવોએ અભ્યાસ વર્ગને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

By The Press Solution

સાદરા નજીક સાબરમતી નદી બની મોતનો કૂવો: પુલના કામમાં પણ લોલમલોલ

પશ્ચિમ બંગાળ ટ્રેન અકસ્માતઃ મૃત્યુઆંક વધીને ૧૫ થયો, મૃતકના પરિજનોને ૧૦ લાખનું વળતર અપાશે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x