Monday, June 9, 2025
spot_img
HomeGujaratઆલમપુર શાક માર્કેટમાં આવતા વાહનોની બેટરી ચોરનાર ઈસમ ઝડપાયો

આલમપુર શાક માર્કેટમાં આવતા વાહનોની બેટરી ચોરનાર ઈસમ ઝડપાયો

ગાંધીનગરના આલમપુર શાક માર્કેટમાં આવતાં વાહનોની બેટરીઓ ચોરાઈ જવાની ઉઠેલી બૂમરાણનાં પગલે એલસીબીએ ગુપ્ત રાહે તપાસનો દોર હાથ ધરી સેકટર – 13 છાપરા માં રહેતા ચોરને ઝડપી પાડી ચીલોડા પોલીસ મથકના ચોપડે નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. આલમપુર શાક માર્કેટમાં આવતાં વાહનોની બેટરીઓ ચોરાઈ જવા મામલે ચીલોડા પોલીસ મથકના ચોપડે બે ગુના પણ દાખલ થયેલા હતા. લોકલ ક્રાઇમ બ્રાંચના પી આઈ ડી બી વાળાએ બાતમીના આધારે બેટરીઓ ચોરીના ગુનાને અંજામ આપનાર પ્રવિણભાઇ મોહનભાઇ ધોત્રેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની વધુ કાર્યવાહી માટે ચિલોડા પોલીસને સોંપવામાં આવ્યો છે.

By The Press Solution

છાલા નજીક મોતીપુરાના એક મકાનમાંથી 1.91 લાખના મુદ્દામલની ચોરી કરી તસ્કરો ફરાર

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x