Monday, June 9, 2025
spot_img
HomeGujaratગાંધીનગર મેયર સહિતની નિમણૂક માટે ૧૮ જૂને ચૂંટણી યોજાશે

ગાંધીનગર મેયર સહિતની નિમણૂક માટે ૧૮ જૂને ચૂંટણી યોજાશે

  • ગાંધીનગરના મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક એક સપ્તાહ પાછળ ઠેલાઇ
  • આગામી ૧૮ જૂને મેયર સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવશે.
  • મતદાનથી મતગણતરી સુધીના ૨૭ દિવસમાં ગમે ત્યારે સામાન્ય સભા બોલાવી શકાય

ગાંધીનગર

ભાજપનું મોવડી મંડળ કેન્દ્રીય મંત્રીમંડળની રચનામાં વ્યસ્ત હોવાથી ગાંધીનગરના મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક એક સપ્તાહ પાછળ ઠેલાઇ છે. જેના કારણે મેયરની નિમણૂકનો મામલો હાલ ચર્ચાસ્પદ બન્યો છે. મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક માટે યોજાનારી સામાન્ય સભા હાલ મુલતવી રાખવાની ફરજ પડી છે. હવે આગામી ૧૮ જૂને મેયર સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવશે. મતદાનથી મતગણતરી સુધીના ૨૭ દિવસમાં ગમે ત્યારે સામાન્ય સભા બોલાવી શકાય.નોંધનીય છે કે, એક ટર્મ છોડીને એક ટર્મ મહિલા માટે અનામત હોય છે એ અનુસાર આ વખતે મહિલા મેયર માટે સીટ અનામત છે.

By The Press Solution

ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ માટે 6 નામો ચર્ચામાં, નવા OBC ચહેરાની શક્યતા

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x