ગાંધીનગરના સેક્ટર 4માં ઝૂંપડામાં ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગી હતી. આગ ઓલવવા ગયેલા ચાર ફાયર ફાઈટર્સ દાઝી ગયા હતા, જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા છે. રાત્રે 10થી 11 વાગ્યાની વચ્ચે બનેલી આ ઘટનામાં ફાયર વિભાગને ઝૂંપડામાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. આગ ઓલવવાના પ્રયાસ દરમિયાન સિલિન્ડર ફાટતાં ચાર ફાયર ફાઈટર્સ 50 ટકા જેટલા દાઝી ગયા હતા.
