અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફરી બોટિંગ શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે. વડોદરાના હરણી બોટ લેકકાંડ બાદ બંધ થયેલી આ સેવા ફરી શરૂ કરવા માટે કોર્પોરેશને લાયસન્સ પ્રક્રિયા શરૂ કરી છે. બોટને નદીમાં ટેસ્ટિંગ માટે ઉતારવામાં આવી હતી, જેથી પાણીની સ્થિતિ અને સલામતીનું મૂલ્યાંકન કરી શકાય. IRS દ્વારા સ્થળ નિરીક્ષણ અને બોટિંગ સેફ્ટીનો રિપોર્ટ કમિશનરને સોંપવામાં આવશે, ત્યારબાદ મંજૂરી મળ્યા બાદ બોટિંગ સેવા શરૂ થશે.
