યોગેશ શાહ, મોડાસા: ભિલોડાના ધોલવાણી ત્રણ રસ્તા વિસ્તારમાં આવેલા મીરાં હોસ્પિટલ પાછળના છાપરામાં વન્યપ્રાણી ‘ઘો’ (બંગાળી ચંદન ઘો – Bengal Monitor Lizard) નું મારણ કરી તેનું માંસ રાંધવામાં આવી રહ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાતમીના આધારે ૨૪ જૂન, ૨૦૨૫ના રોજ ભિલોડા રેન્જના વન વિભાગના સ્ટાફે દરોડો પાડી મુકેશભાઈ નટવરનાથ કનિપા (વાદી) ને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

વન વિભાગે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ, રાજુનાથ ઉદાનાથ મદારી અને જગદીશભાઈ નટુભાઈ મોડિયા, ને પણ પકડી પાડવામાં આવ્યા છે. વન વિભાગની આ ઝડપી કાર્યવાહીથી વન્યજીવોના શિકાર સામે કડક સંદેશ આપવામાં આવ્યો છે.