યોગેશ શાહ, મોડાસા: મોડાસા તાલુકાની સરડોઈ પ્રાથમિક શાળા ખાતે આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતા અને ચામુંડા પરિવાર સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ભાવસાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શાળાઓની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા, જે બાળકોમાં ઉત્સાહ જગાવનારો હતો.

આ પ્રસંગે શ્રી ઈશ્વરભાઈ ભાવસારનું સરડોઈ પ્રાથમિક શાળા પરિવાર દ્વારા સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર અને એડિશનલ કલેક્ટર શ્રી આર.એમ. કુંચાલા સાહેબ, લાઇસન અધિકારી શ્રી કુંદનબેન રાઠોડ, શિક્ષણ મોતીભાઈ નાયક, સી.આર.સી સભ્ય હરપાલસિંહ, ડેપ્યુટી સરપંચ અમૃતભાઈ સહિત ગામના અગ્રણીઓ અને શાળા પરિવારે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.