Saturday, June 21, 2025
spot_img
HomeGujaratગાંધીનગર-મહેસાણાના યુવાનોએ 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' પર રજૂ કર્યા મંતવ્યો

ગાંધીનગર-મહેસાણાના યુવાનોએ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર રજૂ કર્યા મંતવ્યો

ગાંધીનગર, 19 માર્ચ, 2025: નેશનલ યુનિવર્સિટી ઓફ ફોરેન્સિક સાયન્સના સહયોગથી નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માય ભારત ગાંધીનગર દ્વારા ‘વિકાસ ભારત યુવા સંસદ’નું આયોજન થયું. વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોના યોગદાનને પ્રોત્સાહન આપવાનો આ કાર્યક્રમનો હેતુ હતો.

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની થીમ પર 87 યુવાનોએ વિચારો રજૂ કર્યા. ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલે યુવાનોને રાજકારણમાં જોડાવા અને સમાજ માટે કામ કરવા પ્રેરિત કર્યા. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કેમ્પસ ડિરેક્ટર પ્રો. ડૉ. એસ.ઓ. જુનાર અને માય ભારત નહેરુ યુવા કેન્દ્રના રાજ્ય નિર્દેશક દુષ્યંત ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા સ્તરના કાર્યક્રમમાંથી 10 વિજેતા યુવાનો રાજ્ય સ્તરીય યુવા સંસદમાં ભાગ લેશે. શુભાલી અવસ્થી, વૈશાલી શર્મા, સાક્ષી બદરદા, હસનજી ફૌઝિયા, કીર્તિ શર્મા, અમીપરા હર્ષ જિતેન્દ્રકુમાર, કૃષ્ણ ભરતકુમાર શાહ, પરમાર વિશ, પ્રથમ ટાકોલિયા અને સિદ્ધાંત મુખર્જી વિજેતા બન્યા. જ્યુરી સભ્યોમાં અંજલી પટેલ, ડૉ. નિશા જોશી, મયંક વ્યાસ, હિતેશ રાવલ અને ડૉ. કાનન ઠક્કરનો સમાવેશ થતો હતો. કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારી માય ભારત કાર્યાલય દ્વારા પ્રો. ડૉ. દીપક મશરુ અને પ્રો. ડૉ. પ્રણવ દવેના માર્ગદર્શન હેઠળ થયું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x