ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને દંડવવાની જગ્યાએ મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસે ગુલાબનું ફુલ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરી સલામતી રાખવા જણાવ્યું હતું. હેલ્મેટ ન પહેરતા બાઈક ચાલકોને હેલ્મેટ પહેરવા સલામત અને સુરક્ષિત રીતે વાહન હંકારવા માટે અપીલ કરી હતી.

જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગના પી.એસ.આઈ. સહિત પોલીસ ટિમ દ્વારા વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરી પોતાની અને સામેવાળાની સલામતીનો ખ્યાલ રાખવા વાહન ચાલકોને જણાવ્યું હતું. જીવન તમારું અમૂલ્ય છે ઘરના પરિવારજનો તમારી રાહ જોવે છે. આગામી દિવાળીના તહેવારોમા ઘરે નાનકડું ફૂલ જેવુ બાળક આપની રાહ જોઈ બેઠું હોય તેમ સમજાવી વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપી હેલ્મેટ પહેરવા સાથે સાથે સલામત અને સુરક્ષિત રીતે વાહન હંકારવા માટે અપીલ કરી છે.