લુણાવાડા તાલુકાના ચનસર ગામે યુવાન નદીમાં પડી ગયો હતો. ગત 23 તારીખના રોજ સાંજે આ યુવાન નદીમાં પડી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ પાણીનો તે જ પ્રવાહ હોવાના કારણે યુવાનની કોઈ ભાળ મળી ન હતી. ત્યાર બાદ લુણાવાડા ફાયર વિભાગની ટીમ દ્વારા પણ સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજે બે દિવસે આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.યુવાન લુણાવાડા તાલુકાના ખલાસપુર ગામનો વતની હતો. જે ચનસર બેટ ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન નદીના તે જ પ્રવાહમાં પડી જતા ડૂબી જતા યુવાનનું મોત થયું હતું.

આ યુવાનની લાશ તરતી પાણીના પ્રવાહમાં તણાઈ અને છેક લુણાવાડા સુધી આવી પહોંચી હતી. લુણાવાડા ગોધરા હાઇવે રોડ ઉપર પાનમ નદીના બ્રિજ નીચે આવેલા ચેકડેમ પાસેથી આ યુવાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લુણાવાડા ફાયર વિભાગ દ્વારા બોટ મારફતે બહાર કાઢવામાં આવ્યો હતો. બનાવ બનતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.