Monday, June 9, 2025
spot_img
HomeNewsમોડાસા એકડા વિશા ખડાયતા મોદીપંચનો એક દિવસીય પ્રવાસ યોજાયો....

મોડાસા એકડા વિશા ખડાયતા મોદીપંચનો એક દિવસીય પ્રવાસ યોજાયો….

મોડાસા એકડા વિશા મોદી પંચ દ્વારા એક દિવસનો પ્રવાસ વનવગડો વોટરપાર્ક એન્ડ રિસોર્ટ પાંડરવાડા ખાતે યોજાયો હતો જેમાં મોડાસામાં વસતા 70 જેટલા જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સૌ જ્ઞાતિજનોએ આ પ્રવાસને આનંદ અને ઉત્સાહથી માણ્યો હતો પ્રવાસમાં જોડાયેલા વડીલો મિત્રો બહેનો તેમજ બાળકએ સ્વાદિષ્ટ ભોજનના આનંદ સાથે રિસોર્ટમાં મન મૂકીને રમતો રમ્યા હતા. સાથે ડાન્સ ગરબા સ્વિમિંગ પૂલમા ન્હાવાની મજા તેમજવોલીબોલ તથા અન્ય એક્ટિવિટી અને વિવિધ રમતોની સાથે સાથે વોટરફોલની પણ મજા માણી હતી રમતોમાં વિજેતાને સમાજના વડીલો દ્વારા ઇનામ આપવામાં આવ્યા હતા પ્રવાસમાં જોડાનાર સૌ વડીલો તથા જ્ઞાતિજનોએ પ્રમુખ ચિરાગ શાહ તથા તેમના હોદ્દેદારોની ટીમની સુંદર આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સર્વે હોદ્દેદારો તરફથી પ્રવાસમાં આવનાર તમામને સુંદર મજાની ભેટ પણ આપવામાં આવી હતી

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x