બુધવારે ભાજપ દ્વારા ગાંધીનગર જિલ્લા સદસ્યતા અભિયાન લોન્ચિંગ કાર્યક્રમ માણસા તાલુકાના પાટણપુરા ખાતે યોજાયો હતો. જેમાં વધુમાં વધુ લોકોને ભાજપની વિચારધારા સાથે જોડી સદસ્ય બનાવવા આહ્વાન કરાયું હતું. જેમાં આગેવાનો ભાજપના પ્રાથમિક સદસ્ય બન્યા હતા. ત્યારબાદ ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલે મીડિયા સંબોધન કર્યું હતું. જેમાં જણાવ્યું હતું ભાજપા કાર્યકર્તા એ પાર્ટીનો આત્મા, વિચારધારાનો સંવાહક, કાર્ય સંસ્કૃતિનો પોષક અને સરકાર અને સંગઠન વચ્ચેની મજબૂત કડી છે. ભાજપાએ લોકતાંત્રિક પરંપરાને જીવંત રાખવા ૨૦૨૪માં ફરીથી આ અભિયાન આદર્યું છે. પ્રધાનમંત્રી મોદીજીના ૨૦૪૭ માં ભારત વિશ્વમાં તમામ ક્ષેત્રે પ્રથમ સ્થાન પર હોય તેવા સંકલ્પને સાકાર કરવા માટેનું માધ્યમ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ સહ પ્રવકતા હિતેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, જિલ્લા પ્રભારી અશોકભાઈ ચૌધરી, ધારાસભ્ય જે એસ પટેલ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સહિત જિલ્લા-તાલુકાના આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા હતા.